રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત કડીથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કડીના કલ્યાણપુરા રોડ પર આવેલ ઈશ્વરપુરા પટિયા પાસે ટ્રક અને બાઈકનો અકસ્માત થયો હતો. અમારાનગરના રહેવાસી ત્રણ યુવકો માતાજીના પ્રસંગનું આમંત્રણ આપી ઘરે પરત ફરી રહ્યા હતા અને કડીના કલ્યાણપુરા રોડ પર આવેલ ઈશ્વરપુરા પટિયા પાસે તેમને અકસ્માત નડ્યો હતો. બાઈક પર ત્રણ યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન ટ્રક ચાલક દ્વારા બાઈકને ટક્કર મરવામાં આવી હતી. તેના લીધે ત્રણેય બાઈકસવાર જમીન પર પટકાયા અને તેમનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે એક જ ગામના ત્રણ યુવકના મોત થતા ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.
તમને જણાવી દઈએ કે, અમારાનગરમાં રાહુલજી ઠાકોરના ઘરે માતાજીનો પ્રસંગ હોવાના લીધે તે અને તેમના બે મિત્રો વિપુલ અને અશોક બાઈક સવાર થઈને કડીના વરખડિયા ગામે આમંત્રણ માટે ગયેલા હતા. વરખડિયા ગામે આમંત્રણ આપીને પરત ફરી રહ્યા હતા તે સમયે ઈશ્વરપુરા પાટિયા નજીક ટ્રક ચાલક દ્વારા તેમના બાઈકને ટક્કર મારવામાં આવી હતી. ટ્રકની જોરદાર ટક્કર વાગતા ત્રણેય બાઈક સવાર જમીન પર પટકાતા જ ત્રણેય યુવકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ બાવલુ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. હાલમાં આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ત્યાર બાદ બાઈક સવાર ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કલ્યાપુરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. એવામાં આ ત્રણેય યુવકોના મોત થઈ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.