GujaratJunagadhSaurashtra

ચુડવાની ગોઝારી નદીમાં 12 ખેતમજુરો ભરેલી રીક્ષા ખાબકતા ત્રણના મોત

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદનું જોર વધ્યું છે. તેના લીધે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં આ વરસાદના લીધે  માણાવદરમાં ત્રણ મહિલાના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. માણાવદરમાં ગઈકાલે પડેલા વરસાદના લીધે ચુડવા ગામની નદીમાં પૂર આવી ગયું હતું.

તેના લીધે છત્રાસા અને ચુડવા ગામની વચ્ચે આવેલા ખેતરો માં કામ કરવા માટે આવેલા લાઠ ગામના 12 ખેતમજૂરો ભરેલી રિક્ષા નદીના વહેણમાં તણાઈ ગઈ હતી. તેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જ્યારે આ દરમિયાન રેસ્ક્યુ કામમાં નવ મજૂરને બચાવી લેવામાં આવ્યા હતા. તેમ છતાં આ દરમિયાન મહિલા ગુમ થઈ ગઈ હતી. તેને લઈને તપાસ શરુ કરવામાં આવી હતી. એવામાં હવે જાણકારી સામે આવી છે કે, આ ત્રણે મહિલાના મૃતદેહને શોધી પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ માણાવદર વહીવટી તંત્રના મામલતદાર, ટીડીઓ, ફાયર વિભાગ, એનડીઆરએફ અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. તેમ છતાં આ ઘટનામાં નવ લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ મહિલા ડૂબી ગઈ હોવાના લીધે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: ચુડવાની ગોઝારી નદીમાં 12 ખેતમજુરો ભરેલી રીક્ષા ખાબકતા ત્રણના મોત

જ્યારે એનડીઆરએફની ટીમ દ્વારા મોડી રાત્રીના એક મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. એવામાં આજે સવારના અન્ય બે મૃતદેહને એનડીઆરએફની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં શાંતાબેન રાઠોડ, સંજના બેન સોલંકી અને ભારતીબેન સોલંકી નામની ત્રણ મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. હાલમાં ત્રણેય મહિલાના મૃતદેહોને પીએમ માટે માણાવદર સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. એવામાં ત્રણ મહિલા ના મોતને લીધે સમગ્ર પંથકમાં શોકનું મોજું છવાઈ ગયું છે.

આ પણ વાંચો: ડોક્ટરે શેર કરી દારૂ પીનાર દર્દીની છેલ્લા શ્વાસ સુધીની કહાની, વાંચીને લોકોના દિલ થરથર થરથર કંપી ઉઠ્યા