AhmedabadGujarat

વડોદરામાં ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ત્રણ જીવન હોમાયા

વડોદરાના પાદરા-જંબુસર રોડ પાસેથી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. પાદરા-જંબુસર રોડ પાસે આવેલ આભોર ચોકડી પર ટેન્કર અને ટ્રક અથડતા આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક ચાલક અને બે ક્લિનિર સહિત ત્રણ લોકો આગમાં બળીને ભડથું થઈ ગયા હતા. અસ્ક્માત સર્જાતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પરંતુ આગ ભયંકર હોવાના લીધે કોઈ પણ વ્યક્તિનો બચાવ થઈ શક્યો નહોતો. આ મામલામાં વડુ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાદરા-જંબુસર રોડ ઉપર આભોર ગામની ચોકડી નજીક ટ્રક અને ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. ટેન્કર અને ટ્રક અથડાતાની સાથે જ ભયંકર આગ ફાટી નીકળી હતી. ટ્રક અને ટેન્કરના કેબિનમાં લાગેલી ભયંકર આગના લીધે ક્લિનરો અને ચાલક પોતાનો જીવ બચાવી શક્યા નહોતા અને આગની પ્રચંડ જ્વાળાઓની ઝપેટમાં આવી ગયા હતા. અકસ્માત સર્જાતા જ ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા.

ઘટનાની જાણકારી મળતા પાદરા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ સાથે જ વડુ પોલીસની ટીમનો કાફલો પણ ઘટનાસ્થળે આવી ગયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી ટ્રક અને ટેન્કરમાં ભડથું થઇ ગયેલા ચાલક અને ક્લિનરોના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. વડુ પોલીસ દ્વારા ત્રણે વ્યક્તિઓના મૃતદેહો પર કબજો કરી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને વડુ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. હજુ સુધી પોલીસ દ્વારા આ ઘટનામાં મોતને ભટેલા ત્રણ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી શકી નથી. ત્રણે મૃતકોની ઓળખ થયા બાદ અન્ય વિગતો સામે આવશે. જ્યારે કેમિકલ ભરેલા ટેન્કરના કેબિનમાં આગી ફાટી નીકળી હતી. જો ટેન્કરમાં આગ લાગી હોત તો મોટી દુર્ઘટના થઈ શકતી હોત.