GujaratAhmedabad

ખેડામાં ધોધમાર વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના મોત

રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે. તેની સાથે વીજળીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. જ્યારે હવે ખેડા થી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ખેડામાં વરસાદ માં વીજળીનો કરંટ લાગતા ત્રણના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ખેડાના માતરના મહેલજ ગામમાં કરંટ લાગતા ત્રણ વ્યક્તિઓના કરૂણ મૃત્યુ નીપજયા છે. વરસાદમાં વીજળીનો કરંટ લાગતા માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું કરુણ મોત થયું છે.

જાણકારી મુજબ, વરસાદમાં દુકાનનું શટલ ખોલવા જતા દરમિયાન ચાર વ્યક્તિને કરંટ લાગી ગયો હતો.  કરંટ લાગ્યા બાદ તમામ લોકોને ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વ્યક્તિને મૃત જાહેર કર્યા છે જ્યારે એક વ્યક્તિને સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો. આ દુર્ઘટનામાં યાસ્મીન પઠાણ, અવેજખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

ઘટનાની જાણકારી મળતા ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર, ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળ આવી પહોંચ્યા હતા. માતર પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહ પીએમ અર્થે ખસેડી આ ઘટનાને લઈને તપાસ શરુ કરી છે.