મહીસાગર જિલ્લાના વીરપુરથી એક દુઃખદ મામલો સામે આવ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુરમાં આવેલા અનસોલિયા તળાવમાં ન્હાવા પડવું ત્રણ યુવાનો ભારે પડ્યું છે. આ ન્હાવા પડેલા ત્રણ યુવાનો ડૂબી જવાના લીધે મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. તેના લીધે સમગ્ર ગામમાં ગમગીન માહોલ છવાઈ ગયો હતો.
જાણકારી મુજબ, આ તળાવમાં ત્રણ યુવાનો ન્હાવા પડ્યા હતા. પરંતુ આ ત્રણેય કોઈ કારણોસર ડૂબી ગયા હતા. એવામાં તળાવમાં ન્હાવા પડેલા યુવાનો ડૂબ્યાં હોવાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ તળાવમા તપાસ હાથ ધરી હતી. તેની સાથે જ લુણાવાડા NDRF ને પણ આ મામલામાં જાણ કરવામાં આવી હતી. અંતે એક કલાક બાદ ત્રણેય યુવાનોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા.
આ ઘટનામાં જયેશકુમાર બાલાભાઈ પગી, રવિન્દ્રકુમાર રમણભાઈ સોલંકી અને નરેશભાઈ બાબુભાઇ સોલંકીનું મૃત્યુ નીપજ્યું છે. જાણકારી મુજબ આ ત્રણેય યુવકો વીરપુર તાલુકાના ધાવડીયા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહોને પીએમ માટે વીરપુર સરકારી હોસ્પિટલ ખસેડવાની સાથે આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.