GujaratJunagadhSaurashtra

પતિ અને સાસુ-સસરાના મેણા ટોણાથી કંટાળીને પરિણીતાએ પોતાની 4 મહિનાની દીકરીની કરી હત્યા

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા ખાતે આવેલ માતરવાણિયા નામના ગામમાં વસવાટ કરતા એક પરિવારની ચાર મહિનાની માસૂમ બાળકી શુક્રવારના રોજ પોતાના ઘરેથી ગુમ થયાનું સામે આવ્યું હતું. ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસે ફરિયાદ આ આધારે ગણતરીના કલાકોમાં જ અડધો કિલોમીટર દૂર આવેલી નદી માંથી બાળકીની લાશ શોધીને તેના હતી. જે બાળકી ચાલતાં પણ શીખી ન હતી તેની નદીમાંથી લાશ શોધી કાઢીને ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં સામે આવ્યું કે બીજા કોઈએ નહી પણ માસુમ બાળકીની હત્યા તેને જન્મ આપનાર માતા એ જ કરી હતી. ત્યારે પોલીસ પૂછપરછમાં માટે બાળકીને કેમ મારી તેને લઈને જે કારણ આપ્યું તે ઘણું ચોંકાવનારું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લા ખાતે આવેલ માતરવાણિયા નામના ગામના હિરેન નાથાભાઈ પરમારનાં નામના યુવકના લગ્ન અઢી વર્ષ અગાઉ વેરાવળના મીઠાપુર નામના ગામની કીર્તન ઉર્ફે કીર્તિ ડોડિયા નામની યુવતી સાથે થયાં હતાં. કીર્તિ ડોડિયાએ ચારેક મહિના અગાઉ બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીનું નામ પ્રિષા રાખવામાં આવ્યું હતું. ગત શુક્રવારના રોજ  સવારના સમયે કીર્તિ ડોડિયાએ તેના પતિ હિરેન પરમારને ઊંઘમાંથી જગાડીને કહ્યું હતું કે,  ઘોડિયામાં પ્રિષા નથી, તમે પ્રિષાને રમાડવા માટે લીધી છે. ત્યારે હિરેને કહ્યું કે ના મેં તેને રમાડવા માટે નથી લીધી ત્યારપછી તે બંનેએ આ વાતની જાણ પાડતા ઘરના અન્ય સભ્યોને કરીને પ્રિષાની શોધખોળ હાથ ધરી હતી. થોડી વારમાં જ આખા ગામને ખબર પડી ગઈ કે પ્રિષા ગુમ થઈ ગઈ છે. તેથી ગામલોકોએ આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા જ પોલીસની તત્કાલિક અસરથી માતરવાણિયા ગામ ખાતે પહોંચી હતી. અને ડોગ સ્કવોડની મદદથી માસુમ બાળકી પ્રિષાની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ઘરથી 40 મીટર જેટલી દૂર આવેલ નદી પાસેથી પ્રિષાની લાશ મળી આવતા પોલીસ અને સૌ ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. ત્યારે આ માસુમ બાળકીનું મોત કઈ રીતે નીપજ્યું અને તે ઘરથી દૂર કઈ રીતે આવી તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે, પોલીસને પ્રિષાની હત્યાને લઈને તેની માતા કીર્તિ ડોડિયા પર થોડી શંકા ગઇ હતી. જેથી પોલીસે શંકાના આધારે કીર્તિને પોલીસ સ્ટેશન બોલાવીને તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા કીર્તિ ભાંગી પડી હતી અને તેણે પોતાનો ગુનો કાબુલ કરીને કહ્યું કે તેણે જ પોતાની માસૂમ બાળકીની તેણે જ હત્યા કરી હતી.

ગુનાની કબૂલાત કરતા જ કીર્તિએ જણાવ્યું હતું કે, જયારથી તેણે પ્રિષાને જન્મ આપ્યો હતો ત્યારથી જ તેનો પતિ તથા તેના સાસુ-સસરા સતત તેને ટોકતા અને કહેતાં હતાં કે તને તો છોકરીની સહેજ લન સારસંભાળ લેતા આવડતું નથી. છોકરા સાચવતાં જ ના આવડતું હોય તો પીછો પેદા જ કેમ કરો છો? આમ પતિ અને સાસરિયાઓ દ્વારા મેણા ટોણા મારવામાં આવતા હોવાથી કીર્તિ કંટાળી ગઈ હતી અને તેથી તેણે પ્રિષા ઊંઘમાં હતી ત્યારે જ તેને ઘોડિયામાં થી લઇને ઘરની નજીક આવેલ નદીમાં નાંખી દીધી હતી.

તમને જણાવી દઈએ કે, હાલ તો કીર્તિના પતિ હિરેનની ફરિયાદના આધારે પોલીસે આ સમગ્ર મામલે હત્યારી માતા સામે ગુનો નોંધીને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.