AhmedabadGujarat

સાસરિયાઓના ત્રાસથી કંટાળેલા યુવકે ભર્યું એવું પગલું કે…

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં 4 દિવસ અગાઉ પતિના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ કંટાળીને આપઘાત કરી લીધો હતો. ત્યારે હવે આવો જ વધુ એક કિસ્સો સામે આવતા હાલ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં સાસરીમાં જ વસવાટ કરતા યુવકે સાસરિયા વાળાઓના ત્રાસથી કંટાળી જીને આપઘાત કરી લીધો હોવાની ચોંકવનારી માહિતી સામે આવી છે. યુવકે સાસરિયાઓના માનસિક ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાત કર્યા પહેલા યુવકે એક વિડીયો પણ બનાવ્યો હતો. જેમાં યુવકે પોતાની આપવીતી જણાવી હતી કે તને સાસરિવાળા કેવો ત્રાસ આપી રહ્યા છે. યુવકે વીડિયોમાં સાસરીવાળાને તેમને કડકમાં કડક સજા અપાવવાની વાત પણ કરી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના વેજલપુર વિસ્તારમાં વસવાટ કરતા અક્ષય નામના એક યુવકની શાહપુર વિસ્તારમાં રહેતી પ્રિયંકા નામની યુવતી સાથે સગાઈ થઈ હતી. સગાઈ બાદ અક્ષયના સાસરિયાઓએ તેને હંમેશા માટે પોતાની બાજુ કરી દેતા અક્ષય સગાઈ થયા બાદ સાસરીમાં જ રહેવા લાગ્યો હતો. ત્યારબાદ આ બંનેના સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતાં. જાણકારી અનુસાર, અક્ષયની પત્ની પ્રિયંકા અત્યારે પ્રેગ્નેન્ટ પણ છે. અક્ષય તેની પત્નીને લઈને 25 દિવસ પછી પોતાના ઘરે રહેવા માટે આવ્યો હતો. ત્યાર બાદ તે થોડા સમયમાં જ પોતાની સાસરીમાં રહેવા માટે પરત જતો રહ્યો હતો. આ સમય દરમિયાન કોઈ રિલેટિવના ઘરે જમવા માટે જવાનું હોવાને કારણે અક્ષયની માતા દ્વારા વ્યવહારિક વાત કરવામાં આવી હતી. જેને લઈને અક્ષયની પત્નીએ તેની સાથે ખૂબ મોટો ઝઘડો કર્યો હતો. ક્ષયને તેની પત્નીએ કહ્યું કે તારે તારા મારા પિતા કે કોઈ પણ તારા સંબંધીઓ જોડે સબંધ રાખવા નહિ. તેમજ જ અક્ષયના પત્નીના પિતાએ તો તેની પાસેથી લગ્નમાં જે ખર્ચો થયો તેની પણ માંગણી કરી હતી. આ ઉપરાંત અક્ષયને તેના સાસુ સસરાનું ભરણપોષણ કરવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. તેમજ તેને સતત ધમકી, અને ગાળો આપીને તની સાથે મારામારી પણ કરાતી હતી.

નોંધનીય છે કે, સાસરિયાઓના અસહ્ય ત્રાસની વાત અક્ષયે એક વાર તેના કોઈ સબંધીને ત્યાં જઈને કરી હતી. જેથી અક્ષયની માતાએ અક્ષયને સમજાવીને સાસરિયામાંથી પોતાના ઘરે પરત બોલાવી લીધો હતો. એક વખત તે જોબ પર ગયો હતો, તે દરમિયાન તેના ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં આપઘાતના વિડીયો મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અક્ષયના સંબંધીઓએ આ વાતની જાણ તેનાં માતા-પિતાને કરી હતી. માતા-પિતાએ અક્ષયને ફોન કરતાં તેણે ફોન પણ નહોતો ઉપાડ્યો. જેને લીધે માતા-પિતા અક્ષયની ઓફિસે પહોંચ્યા અને ત્યારે જ ખબર પડી હતી કે, તેમના દીકરા અક્ષયે ગળાફાંસો ખાઈને જીવન ટુંપાવી લીધું છે. આ ઘટનાને પગલે પોલીસ પણ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી.

 

તમને જણાવી દઈએ કે, હાલ તો અક્ષયના પિતાએ આ સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં આપઘાત કરવા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ફરિયાદને આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.