ટામેટા ભરેલા ટેમ્પો નો અકસ્માત : રસ્તા પર રેલમછેલ થયેલા ટામેટા બચાવવા ૪ કલાક નેશનલ હાઇવે બંધ
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વલસાડથી સામે આવ્યો છે.
વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજથી અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈ કાલ રાત્રીના ટામેટા ભરેલા ટેમ્પા સહિત ચાર વાહનો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તેમ છતાં મોંઘા ભાવના ટામેટા અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડના નેશનલ હાઈવે પર ચાર વાહનો વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતની ઘટનામાં એક આઈસર ટેમ્પો પણ હતો જે ટામેટાનો જથ્થો ભરીને બેંગ્લોરથી ભરૂચ માર્કેટ જવા માટે નીકળેલો હતો. એવામાં વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાઓના લીધે ટેમ્પાનું ટાયર ફાટી જતા ટેમ્પા ચાલક દ્વારા સ્ટિયરિંગ પરથી ગુમાવી દેવામાં આવ્યો હતો. તેના ટેમ્પો ડીવાઈડર કૂદીને હાઈવેની સામેની સાઈડમાં ચાલ્યો ગયો હતો. તેના લીધે પંજાબથી ચોકલેટ ભરીને પસાર થઇ રહેલી ટ્રક સાથે ટેમ્પો ટકરાઈ ગયો હતો. ત્યાર બાદ ટ્રક અને ટેમ્પો અથડાતા બંનેએ પલટી ખાઈ લીધી હતા. આ કારણોસર ટેમ્પામાં ભરેલા ટામેટાનો ખડકલો હાઈવે પર થઈ ગયો હતો.
ત્યાર બાદ ત્યાંથી પસાર થઈ રહેલ એક સ્વિફ્ટ ડિઝાયર કાર અને અન્ય ક્રેટા કાર પણ ટેમ્પા અને ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી. ચાર વાહનો વચ્ચેના આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ થઈ નહોતી. પરંતુ ચારેય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
અકસ્માતની જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડ્યા હતા. તેમ છતાં ટેમ્પામાં ભરેલા મોંઘા ભાવના ટામેટા રોડ પર પથરાતા તેને ભેગા કરવા માટે ચાર કલાક સુધી હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ અકસ્માતમાં મોટાભાગના ટામેટા ભેગા કરી લેવામાં આવ્યા હતા. પરંતું ઘણા ટામેટા પટકાઇ જવાથી નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ટ્રકમાં ભરેલો ચોકલેટનો જથ્થો પણ ટ્રકમાંથી અડધો જ્થ્યો પણ આવી ગયો હતો.તેની સાથે સ્વિફ્ટ અને ક્રેટા કારને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.