વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના નજીકના ગણાતા એવા શિક્ષક બિપિન ત્રિવેદીએ ડમી કાંડને લઈને યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ કર્યા છે. અને કહ્યું છે કે, નામ છૂપાવવાની શરતે યુવરાજ સિંહ 1 કરોડ રૂપિયા લીધા છે. આ મામલે પોલીસે બિપીન ત્રિવેદીની પૂછપરછ કર્યા પછી યુવરાજસિંહને પણ પોલીસ તપાસ માટે તેડું આવ્યું છે. તેની સાથે આ મામલામાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એવામાં આજે યુવરાજસિંહ જાડેજા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારા પર જીવનું જોખમ રહેલ છે. આજે નહી તો કાલે મને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવશે. હિટ એન્ડ રન કરી મારી નાખવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જ્યારે યુવરાજ સિંહ પેપર કાંડ બાબતમાં સતત અડગ રહીને સરકાર સમક્ષ સવાલો ઉઠાવતા રહે છે. એવામાં હવે પોલીસનું તેડું તેમને આવ્યું છે. આ બાબતમાં યુવરાજ સિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજી ને અનેક સવાલો કરવામાં આવ્યા હતા.
યુવરાજ સિંહ જાડેજા દ્વારા પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સામે પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. યુવરાજ સિંહ જાડેજા દ્વારા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવા ની માંગ કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવામાં આવે અને જીતુ વાઘાણી થી પણ પૂછપરછ જરૂર કરવામાં આવી જોઈએ. યુવરાજસિંહ જાડેજા દ્વારા સેવા પસંદગી મંડળના પૂર્વ અધ્યક્ષ અસિત વોરા સામે પણ આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
યુવરાજસિંહ જાડેજા દ્વારા અસિત વોરાના નામનું સમન્સ બહાર પાડવા પણ માગ કરી હતી. યુવરાજસિંહે જણાવ્યું કે, મારી પાસે 30 લોકોના નામની યાદી રહેલ છે અને હું પોલીસ પૂછપરછમાં નામ 30 લોકોના નામ આપી દઈશ. યુવરાજ સિંહે તેની સાથે તે પણ કહ્યું કે, મેં ભાજપનો ખેસ પહેર્યો નથી એટલે મને ફસાવવામાં આવી રહ્યો છે.વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વધુમાં જણાવ્યું કે, મારી હત્યા કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આજે નહીં તો કાલે મને પતાવી નાખવામાં આવે.