AhmedabadGujarat

અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ભરાયા

અમદાવાદમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ બન્યો છે. શુકવાર સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ. જી હાઈવે, સિંધુ ભવન, માનસી સર્કલ, પ્રહલાદનગર, ચાંદલોડિયા અને ગોતામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. તેમ છતાં અચાનક વરસાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ બન્યો છે. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવેલી કે, 2 જુલાઈના હવાનું દબાણ સર્જાતા 5 જુલાઈ સુધી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આ સિવાય 2 થી 5 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશ. જ્યારે 8 થી 12 જુલાઈ દરમિયાન રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લામાં વરસાદ વરસ્યો છે. તેમજ 11 થી 12 જુલાઈ દરમિયાન દરિયા કિનારે પવન ફૂકાવવાની શક્યતા રહેલી છે. જ્યારે 18 થી 20 જુલાઈ દરમ્યાન હવાનું દબાણ થતા વરસાદ વરસશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક રાજ્યમાં વરસાદ માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ જોવા મળશે. તેમજ આવતીકાલના છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ત્યારે ઉ. ગુજરાત અને મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં ચોમાસુ બેસી જતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી હાલ વરસાદ વરસ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તેના લીધે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે.