South GujaratGujaratSurat

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ : સુરત ના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

રાજ્યમાં હવે ધીરે-ધીરે વરસાદી માહોલ બન્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના કતારગામ અને સિંગણપોર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ હેરાન થઈ ગયા છે. તેની સાથે જ સુરત કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ જોવા મળ્યો છે.

જાણકારી મુજબ, વલસાડ, સુરત અને નવસારી સહિતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસ્યો હતો. વાપીમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર જોવા મળ્યો હતો. જ્યારે સુરતમાં રસ્તા પર નદીઓ વહેટી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેની સાથે અનેક વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળતું હતું. આજે સવારના છ વાગ્યા પૂર્ણ થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં અઢી ઈંચ વરસ્યો હતો.

તેની સાથે જણાવી દઈએ કે, સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા લોકો હેરાન થઈ ગયા હતા. તેના લીધે લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કતારગામ, સિંગણપોર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કતારગામ, સિંગણપોરમાં ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે. હજી પણ વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય વરાછા, પાલનપુર પાટિયા, અડાજણ અને પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

આ સાથે જણાવી દઈએ કે, સુરત શહેરમાં મોડી રાત્રીના અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેના લીધે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બે ઇંચ વરસાદ ખાબકતાં અનેક જગ્યાઓમાં પાણી ભરાઈ ગયું છે. ઉધના રેલવે સ્ટેશન ગરનાળુ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતના વેડરોડ વિસ્તારમાં રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહેલ છે. તેના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.