સુરતમાં ડમ્પરે પિતા સાથે સ્કૂલ જવા નીકળેલા બાઈકને અડફેટે લેતા વિદ્યાર્થીનું કરૂણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરતથી સામે આવ્યો છે.
જાણકારી મુજબ, સુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાં ફૂલ ઝડપે આવી રહેલા ડમ્પર દ્વારા બાઈક સવાર પિતા-પુત્રને અડફેટે લેવામાં આવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં પિતા નો બચાવ થયો છે. જ્યારે વિદ્યાર્થી નું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. તેના લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, સુરતના ડિંડોલીમાં આ સવારના સમયે એટલે ૧૯ જુલાઈના રોજ અકસ્માતની ઘટના ઘટી હતી. સ્કૂલ જઈ રહેલા વિદ્યાર્થી ને સાંઈ પોઇન્ટથી નવાગામ જતાં બ્રિજ પર અકસ્માત થયો હતો. બાઈક પર પિતા-પુત્ર બંને સાથે રહેલા હતા. ડમ્પર ચાલક દ્વારા પાછલા ટાયર માં અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યુ હતું. પિતા તુકારામનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.
જ્યારે વિદ્યાર્થીની વાત કરીએ તો તે લિંબાયત નીલગીરીની સાર્વજનિક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હતો. સાહિલ તુકારામ નાયક નામનો વિદ્યાર્થી સાર્વજનિક સ્કૂલ ના મરાઠી માધ્યમ ધોરણ 10 માં અભ્યાસ કરી રહ્યો હતો. અકસ્માતની જાણકારી મળતા પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. ડમ્પર ચાલક ને સ્થાનિક લોકો દ્વારા પકડી પોલીસ ના હવાલે કરી દેવામાં આવ્યો હતો. જ્યારે પરિવારજનોમાં આ ઘટનાને લઈને શોકનું મોજુ ફરી વળ્યું છે.