રાજ્યમાં ચોમાસું બેસતા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જ્યારે ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા હતા. તેને લીધે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ખાડામાં વરસાદી પાણી ભરાવાના લીધે બોટાદના બરવાળા ગામમાં ચાર વર્ષના બાળકનું પડી જવાથી મોત નીપજ્યુ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સર્જાતા પરિવાર સહિત સ્થાનિકોમાં આક્રોશ નો જોવા મળી રહ્સ્થાયો છે. સ્થાનિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. પોલીસ દ્વારા બાળક ના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બરવાળાના ચોકડી ગામમાં પાણી ભરેલા ખાડામાં એક માસૂમ બાળક પડી ગયું હતું. આ માસૂમનું ખાડામાં વરસાદી પાણીમાં ડૂબી જવાના લીધે કરુણ મોત નીપજ્યું છે. બાળક ના મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યું છે. આ અકસ્માતના લીધે પરિવારની હાલત દયનિય બની છે. પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાળક કુદરતી હાજતે જયેલું હતું. તે સમયે તેના રસ્તા પર મોટો ખાડો આવી ગયો હતો અને તેમાં વરસાદી પાણી ભરાયેલ હતું.. તેના લીધે બાળકને આ ખાડો ન દેખાતા તેના અંદર પડી જતા તેનું ડૂબવાના લીધે કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે આ ખાડો ઘણા સમયથી છે પરંતુ તંત્ર દ્વારા તેને લઈને કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. જ્યારે અમારી એટલી જ માંગણી છે કે, આ ખાડો પુરવા આવે તેન લીધે કોઈ બીજી દુર્ઘટના ઘટી છે. .