વડોદરામાં ચાઇનીઝ દોરીએ હોકી પ્લેયરનો જીવ લીધો, ગળાની નસો કપાઈ જતા કરૂણ મોત
ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ જલ્દી આવવાનો છે અને તેને લોકોમાં ઘણો ઉત્સાહ પણ રહેલો છે. પરંતુ આ તહેવારમાં ક્યારેક ના થવાનું થતું હોય છે જેમ કે કોઈ દોરી વડે ગળું કપાતા મોત પણ થતું હોય છે. જ્યારે આજે એવા જ કંઇક સમાચાર સામે આવ્યા છે. આ બનાવ વડોદરાથી સામે આવ્યો છે.
વડોદરામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીના લીધે એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ચાઈનીઝ દોરીથી વડોદરામાં એક હોકી પ્લેયરનું ગળુ કપાતા તેનું મોત નીપજ્યું છે. ચાઇનીઝ દોરીના લીધે ગળું કપાતાં વડોદરામાં 30 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત થયું છે. નેશનલ રમી ચુકેલા હોકી પ્લેયર ગિરીથ બાથમનું ચાઇનીઝ દોરીના લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
મૃતક યુવકની વાત કરીએ તો ગિરીશ બાથમ દંતેશ્વર વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. નવાપુરા વિસ્તારમાં રબારી વાસ પાસે આ કરૂણ ઘટના ઘટી હતી. ગિરીશ બાથમ નવાપુરાના રબારી વાસ પાસેથી જઈ રહ્યો રહ્યો હતો ત્યારે ચાલુ બાઇકે ચાઇનીઝ દોરી તેને આડે આવી ગઈ હતી. તેના લીધે ગિરીશ બાથમનું ગળું કપાઇ ગયું હતું. ચાઇનીઝ દોરીથી ગિરીશના ગળાની તમામ નસો કપાઇ ગઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું. જ્યારે લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન ગિરીશ બાથમનું કરૂણ મોત નિપજ્યું હતું.