GujaratAhmedabad

દુઃખદ ઘટના : ગાંધીનગરના ઝુંડાલમાં રમતાં-રમતાં ખુલ્લી ગટરમાં પડતાં સાત વર્ષીય બાળકનું કરુણ મોત

ગાંધીનગર ના ઝૂંડાલ કે ડી હોસ્પિટલ પાસેથી એક દુઃખદ ઘટના સામે આવી છે. કેમ કે, કે ડી હોસ્પિટલ પાસે રાજસ્થાન જવા માટે વાહનની રાહ જોઈને ઉભેલા માતા-પિતાની જાણ બહાર રમી રહેલા અંદાજીત સાત વર્ષીય પુત્ર ખુલ્લી ગટરમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે ગાંધીનગર ફાયર બ્રિગેડની દ્વારા બાળકની લાશ બહાર કાઢવામાં આવી હતી. માતા-પિતા રાજસ્થાન જવા માટે કે ડી હોસ્પિટલ ની સામે ના હાઇવે રોડ ઉપર વાહનની રાહ દેખી રહ્યા હતા તે સમયે બાળક રમતાં-રમતાં ખુલ્લી ગટરમાં પડી ગયું હતું.

જાણકારી મુજબ, અમદાવાદ ના ગોતામાં ધર્મેશભાઈ ધોબી છેલ્લા કેટલાક વર્ષોથી અહીં પોતાની પત્ની અને દીકરા દેવાંશ સાથે વસવાટ કરતા હતા. જ્યારે કપડાં ઈસ્ત્રી કરીને ગુજરાન ચલાવનાર ધર્મેશભાઈ ની સાસરી રાજસ્થાનમાં જઈ રહ્યા હતા. એવામાં મોડી સાંજના રાજસ્થાન થી મેસેજ આવ્યો હતો કે, તેમના સસરા નું આકસ્મિક રીતે મૃત્યુ નીપજ્યું છે. તેના લીધે માતા-પિતા દીકરા દેવાંશ ને લઈને રાજસ્થાન જવા માટે નીકળેલા હતા. આ કારણોસર ઝૂંડાલ કે ડી હોસ્પિટલની સામે હાઇવે ઉપર આવીને તે વાહન રોહી જોઈ રહ્યા હતા. એવામાં માતા-પિતા રાજસ્થાનની બસ આવતા તે બસમાં ચડી ગયા હતા. પરંતુ તેમને પછી ખબર પડી બાળક લઈને ચડ્યા જ નથી. ત્યાર બાદ બંને બસની નીચે ઉતરી દીકરા ની તપાસ કરી તો તેમને નજીક ખુલ્લી ગટર પર ગઈ હતી. તેના લીધે તેમને શંકા થઈ હતી.

ઘટનાની જાણકારી મળતા ગાંધીનગર ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂર ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગટરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યાર બાદ ભારે જહેમત બાદ દેવાંશ ને મૃત હાલતમાં ગટર માંથી બહાર કઢાયો હતો. ઘટનાને લઈને માતા-પિતા દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આ મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી.