SaurashtraGujaratRajkot

દુઃખદ ઘટના : રાજકોટમાં બે બાળકીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત

રાજકોટથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર, રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના લીધે બે બાળકીના મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી સામે આવી છે. આ બંને બાળકી નેપાળી હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, રાજકોટમાં રૈયા વિસ્તારમાં આવેલા શિલ્પન ઓનેક્સ બિલ્ડિંગમાં બે બાળકીના સ્વિમિંગપુલ માં ડૂબી જવાના લીધે મૃત્યુ નીપજ્યા છે. આ બંને મૃતક બાળકી ઓ નેપાળી પરિવારની હોવાની જાણકારી સામે આવી છે. આ બંને બાળકીના નામ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંહ હોવાનું સામે આવ્યું છે.

જ્યારે આ બન્ને બાળકી ઓ ત્રણ-ત્રણ વર્ષની હોવાની જાણકારી સામે આવી છે. સોસાયટીમાં સાયકલ ફેરવી રહી હતી તે સમયે સ્વિમિંગ પૂલમાં પડી ગઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહેલ છે. તેમ છતાં આ મામલામાં હજુ સુધી કોઈ ચોક્કસ જાણકારી સામે આવી નથી. જ્યારે  બાળકી ઓ ના મોત થતા નેપાળી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.