GujaratNorth Gujarat

બનાસકાંઠાના તેરવાડા ગામમાં તળાવમાં ડૂબતા બે સગા ભાઈ સહિત ત્રણ સગીરના કરૂણ મોત

રાજ્યમાં હાલ ચારોતરફ વરસાદી માહોલ બન્યો છે. તેના લીધે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદી પાણી પણ ભરાયા છે. એવામાં બનાસકાંઠા કાંકરેજના તેરવાડા ગામથી એક દુઃખદ ઘટના સામે આવી છે. બનાસકાંઠા કાંકરેજના તેરવાડા ગામમાં તળાવમાં ત્રણ સગીર પગ ધોવા જવું પડ્યું ભારે છે. કેમ કે, તળાવમાં ડૂબી જવાના લીધે આ ત્રણે સગીરના કરૂણ મોત નીપજ્યા છે.

બનાસકાંઠા કાંકરેજના તેરવાડા ગામના તળાવમાં ડૂબતા બે સગા ભાઈ સહિત ત્રણ સગીરના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ફતેપુરા પ્રાથમિક શાળાએ થી ઘરે પરત આવતા સમયે આ ઘટના બની હતી. જાણકારી મુજબ, આ ત્રણેય વિદ્યાર્થી ઓ તળાવના કાંઠે પગ ધોઈ રહ્યા હતા તે સમયે પગ લપસી જતા તળાવમ પડી ગયા અને તળાવમાં ડૂબી જતા તેમનો જીવ ચાલ્યો ગયો હતો.

તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં શૈલેષ રમેશભાઈ ઠાકોર (ધોરણ-4), શૈલેષ શિવરામભાઈ પરમાર (ધોરણ-8) અને કિશન રમેશભાઈ ઠાકોર (ધોરણ-4) નું કરૂણ મોત નીપજ્યું છે. આ ત્રણેય શાળાએથી અભ્યાસ કરીને ઘરે પરત આવી રહ્યા હતા પરંતુ નદીમાં પગ ધોતા સમયે આ દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. જયારે આ ઘટના બનતા સમગ્ર ગામમાં શોકનું મોજું છવાઈ ગયું છે.