IndiaNewsUP

દીકરીના લગ્ન સમયે જ પરિવારના 5 સભ્યોના મૃતદેહો ઘરે આવ્યા, આ સમાચાર તમને રડાવી દેશે

ઉત્તર પ્રદેશના બહરાઈચથી આવા સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને કોઈપણની આંખો ભીની થઈ જશે. બહરાઈચ-લખનૌ હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. સામેથી આવી રહેલા ડમ્પર સાથે ટેમ્પો અથડાતાં તેમાં સવાર 5 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 10 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા પાંચ લોકો એક જ પરિવારના હતા અને લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દુઃખદ સમાચારથી લગ્નની ખુશી ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હુઝુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અહિરનપુરવાના રહેવાસી 15 લોકો ગુરુવારે મોડી રાત્રે કૈસરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રૂકનાપુર ગામમાં પ્રસંગ પતાવીને ટેમ્પો દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે લગભગ 12 વાગ્યે તેનો ટેમ્પો મદની હોસ્પિટલ પાસે પહોંચ્યો, ત્યારે સામેથી આવતા ડમ્પર ચાલકે ટેમ્પોને ટક્કર મારી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો.

આ પણ વાંચો:સોનાના ભાવમાં ભૂકંપ, એકાએક ઉછાળા સાથે સોનાના ભાવ અત્યારસુધીના રેકોર્ડબ્રેક સ્તરે

અકસ્માતમાં 40 વર્ષીય ભગવાન પ્રસાદ, અનિલ (15), ખુશ્બુ (35), હરીશ (45) અને જયકરણ (40)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે નન્હે, સુનિતા દેવી, ચંદન, સત્યમ, રાજીરામ, મંગલ, કૈલાશ , રામદીન, નંદલાલ અને પ્રદીપ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકના સરકારી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની ગંભીર સ્થિતિને જોતા ડોક્ટરોએ તેમને મેડિકલ કોલેજમાં રીફર કર્યા હતા.

ફરાર ડમ્પર ચાલકની શોધખોળ ચાલુ છે અને બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને બહરાઇચમાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. દિવંગત આત્માઓની શાંતિની કામના કરતાં તેમણે શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને રાહત કાર્ય ઝડપી બનાવવા અને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.

આ પણ વાંચો:બુદ્ધ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ, ખુલશે આ 5 રાશિઓનું ભાગ્ય, તમારી રાશિ તો નથી ને જોઈ લો