North GujaratGujaratMehsana

ખોડિયાર મંદિરે જઈ રહેલા પદયાત્રા સંઘ ને ટ્રક ચાલકે મારી ટક્કર, ઘટનાસ્થળ પર ત્રણના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત દાંતરવાડા ગામ થી સામે આવ્યો છે.

જાણકારી મુજબ, હારીજ ચાણસ્મા રોડ ઉપર આવેલ દાંતરવાડા ગામના પાટિયા નજીક ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. હાલમાં વરાણા ખોડિયાર માતાજી મંદિરે મેળા ના માહોલ વચ્ચે દર્શનાર્થીઓ પગપાળા વરાણા જાય છે. એવામાં બેચરાજી પંથકનો એક સંઘ પણ વરાણા જવા માટે નીકળ્યો હતો. એવામાં આ પગપાળા સંઘને દાંતરવાડા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલક દ્વારા અડફેટે લેવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળ પર ત્રણના મોત નીપજ્યા હતા. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચી હતી. આ મામલામાં હારીજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે,  પાટણ જિલ્લાના સમી પંથકમાં આવેલ વરાણા ખોડિયારધામમાં હાલ મેળાનો માહોલ રહેલો છે. જેમાં દૂર દૂરથી લોકો ખોડિયાર માતાજીના દર્શનાર્થે આવે છે. એવામાં એક પગપાળા સંઘ બેચરાજીના અંબાલા ગામ નો પગપાળા સંઘ વરાણા જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન હારીજ ચાણસ્મા રોડ ઉપર આવેલ દાંતરવાડા ગામના પાટીયા નજીક એક અજાણ્યા ટ્રક ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. જ્યારે ટક્કર મારીને ટ્રક ચાલક નાસી ગયો હતો. આ ઘટનામાં ત્રણના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત પાંચ વ્યક્તિઓને સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં પૂજાબેન જયરામજી, રોશનીબેન જગાજી અને શારદાબેન કડવાજી નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે મહેન્દ્રભાઈ ઠાકોર, રાહુલભાઇ મગનજી ઠાકોર, નિલેશભાઈ પ્રભાતભાઈ ઠાકોર, સવિતાબેન નાગજીજી ઠાકોર અને સંદેશભાઈ માનસિંગભાઈ ઠાકોર ઈજાગ્રસ્ત થયા છે.