સાપુતારામાં સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકતા બે બાળકોના મોત, 45 થી વધુને ઈજા
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની ઘટના સતત સામે આવતી રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સાપુતારાથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સાપુતારા ઘાટ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અહીં સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન રહેલું છે. અકસ્માતની જાણ થતા સાપુતારા પોલીસ અને 108 ની ટીમો ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. જ્યારે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવા આવ્યા છે.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, સુરતથી સાપુતારાના પ્રવાસે આવેલી એક ખાનગી બસના ચાલક દ્વારા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ ખીણમાં ખાબકી ગઇ હતી. જેમાં બે બાળકોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે 45 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, સાપુતારાથી શામગહાન ને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે મુસાફરોથી ભરેલી લકઝરી બસ ખીણમાં ખાબકી ગઇ હતી. આ કારણોસર ઘણા મુસાફરો તેની નીચે દબાઈ ગયા હતા. હાલમાં બે બાળકોના મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બસમાં કુલ ૭૦ જેટલા લોકો સવાર રહેલા હતા.
જ્યારે ઘટનાની જાણકારી મળતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. હાલમાં રાહત અને બચાવ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના સ્થળ પર સ્થાનિક લોકોનો જમાવડો થઈ ગયો છે.