
રામનવમીના દિવસે ભડકાઉ ભાષણને પછી ઉનમાં ભારે તંગદિલી જોવા મળી હતી. ત્યારે કુંભારવાડા ખાતે શનિવારે રાત્રે પથ્થરમારો થયો હતો. જેમાં 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાનો ગંભીરતાને લઈ ગીર-સોમનાથ જિલ્લાના SP શ્રીપાલ શેષ્મા, જૂનાગઢ SP રવિ તેજા, જિલ્લા, તાલુકાની પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઈને પોલોસ તંત્ર દ્વારા આખી રાત કોમ્બિંગ કરીને 76 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. તેમજ કોમ્બિંગ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી 100થી વધુ ઘાતક હથિયારો તેમજ સોડાબોટલો મળી આવી હતી. પોલીસે CCTV કેમરાના વીડિયો ફૂટેજના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ભડકાઉ ભાષણ કરવા બદલ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજીબાજુ 76થી પણ વધુ શખ્સો વિરુદ્ધ રાયોટિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, આ ઘટનાને પગલે બે દિવસથી સમગ્ર ઉનામાં ભારે તંગદિલી જોવા મળી રહી છે, અને પોલીસ આ. મામલે બધું જ બરાબર છે અને સલામત છે તેવા દાવા કરી રહી છે. શહેરીજનોમાં પણ આ ઘટનાને લઈને ભયનો માહોલ છે. ત્યારે હર કોઈ એક જ વાત વિચારે છે ઉનમાં શાંતિ ક્યારે સ્થપાશે? કારણકે આ ઘટનાને કારણે વેપારીઓ દુકાનો પણ ખોલી શકતા નથી.
તમને જણાવી દઈએ કે, સમસ્ત ઉના શહેરના હિન્દુ સમાજ દ્વારા આ સમગ્ર મામલે PIને રજૂઆત કરવામાં આવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે 400થી 500 લોકોના ટોળાંએ ઘાતક હથિયારો સાથે ભાવનગર રોડ પર પ્રવાસી વાહનોને તેમજ શહેરિજનોને આવતા-જતા રોકી માર માર્યો હોવાનું તેમજ કેટલાક વાહનોને પણ નુકસાન કર્યું હોવાનું જણાવ્યું હરુ. તેમજ કેટલાક અસામાજિક તત્વોએ અમુક અપશબ્દોનું ઉચ્ચારણ કરી હિન્દૂ સમાજની લાગણી દુભાવી હોવાનું જણાવી આ સમગ્ર મામલે ત્વરિત કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.