સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની બાબતને લઈને પાટણ બે જૂથો આવી ગયા સામસામે, પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ
જ્યાં સોશિયલ મીડિયા પર થયેલ એક પોસ્ટને કારણે બે જૂથ સામસામે આવી ગયા હતા. અને બંને જૂથ વચ્ચે ગત રોજ રાત્રીના સમયે મારામારી પણ થઈ હતી. અને 7 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આમને સામને થઈ ગયા હતા. તો આ મામલે બંને પક્ષોના કુલ 12 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે આ કેસમાં સામેલ આરોપીઓને ઝડપી પાડીને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબત ને લઈને પાટણ જિલ્લાના બાલીસણા ગામ ખાતે બે જૂથો સામ-સામે આવી ગયા હતા. અને બંને જૂથો વચ્ચે મારામારી વચ્ચે રાત્રે વિવાદ બાદ મારામારી થઈ થતા 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને ત્યાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ જૂથ અથડામણમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તો ઇજાગ્રસ્ત થયેલ લોકોને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છે.
તમને જણાવી દઈએ કે, આ જૂથ અથડામણમાં કુલ 12 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસે આ કેસમાં આરોપીઓને ઝડપી પાડીને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.