GujaratAhmedabad

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ખાનગી બસ પલટી ખાતા બે ના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડીયાદ પાસે બસ પલટી ખાતા ભયંકર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ખાનગી બસ ખાતા અનેક લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે અકસ્માતને લઈને વધુમાં સામે આવ્યું છે કે, આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ નીપજ્યા છે

તમને જણાવી દઈએ કે, અમદાવાદ – ડાકોર એક્સપ્રેસ હાઇવે પર ડાકોર એગ્ઝિટ ટોલ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ નીપજ્યા હતા. મૃતકો અમદાવાદના રહેવાસી હોવાની જાણકારી સામે આવી છે. બસચાલકની ગંભીર બેદરકારીના લીધે અકસ્માત સર્જાયો હોવાનું બસમાં સવાર પેસેન્જર દ્વારા જણાવવામાં આવ્યું છે.

બસમાં બેઠેલા પેસેન્જરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બસ ચાલકની ગંભીર બેદરકારીના લીધે આ અકસ્માત સર્જાયો હતો. બસ ચાલક બેફામ અને બેફિકર થઈ બસ ચલાવી રહ્યો હતો. અકસ્માતની ઘટનાને લીધે 108 મારફતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીક હોસ્પિટલમાં મોકલી દેવાયા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસના કાફલા સાથે ખેડાના SP રાજેશ ગઢીયા ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.