AhmedabadGujarat

અમદાવાદમાં ઉબેર-રેપિડોના વાહનો પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

અમદાવાદથી ઉબેર ટેક્સી એન રેપિડોને લઈને મોટી જાણકારી સામે આવી રહી છે. કેમ કે ઓનલાઈન એપ આધારિત ઉબેર ટેક્સી અને રેપિડો બાઈક પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, RTO ની મંજૂરી વગર વાહનો ચલાવવામાં આવતા હોવાની ફરિયાદ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં હવે RTO ની મંજૂરી વગર ઉબેર અને રેપિડો ના વાહનો રોડ પર જોવા મળશે તો તેને જપ્ત કરવામાં આવશે. કેમ કે RTOની મંજૂરી વગર વાહનો દોડાવતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરવામાં આવી છે. તેમ છતાં ફરિયાદો બાદ RTO ની તપાસ બાદ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં એપ આધારિત લાયસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, એપ આધારિત લાયસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ વચ્ચે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઉબેરની ચાર ટેક્સી, રેપિડો ના બે બાઈક જપ્ત કરી વાહન દીઠ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, ઉબેર અને રેપિડોના વાહનોને RTO માં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તેની સાથે ઓનલાઈન અરજી કરી રજિસ્ટ્રેશન કરાવું પડે છે. તેમ છતાં હવે આ બાબતમાં ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કર્મીઓને યોગ્ય કાર્યવાહી કરવા ના આદેશ આપી દેવાયા છે.

આ પણ વાંચો: 12 વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર અમાનવીય અત્યાચાર ગુજરાવાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ