GujaratAhmedabad

અમદાવાદ ની ઉદગમ સ્કૂલે વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતા શિક્ષણાધિકારીએ ફટકારી નોટિસ

અમદાવાદ ના થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલ ને શિક્ષણાધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.  ઉદગમ સ્કૂલ દ્વારા RTE ના 143 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવવામાં આવ્યા છે. તે બાબતમાં ડીઈઓ ને રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ આ મામલે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે સરકારની સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં તો વિદ્યાર્થી દીઠ 10 હજાર રૂપિયા દંડ કેમ ન કરવો તે અંગે ખુલાસો પણ માંગવામાં આવેલ છે.

તમને જણાવી દઈએ કે, ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન્સમાં પ્રાથમિક વિભાગ નાં ધોરણોમાં આરટીઈ હેઠળ 143 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્છેયો હતો.. આ પ્રવેશ લેતા સમયે વિદ્યાર્થીઓના વાલીઓ એ આવકની વિગતો દર્શાવવામાં ફ્રોડ કર્યું હોવાની સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા શહેર ડીઈઓ કચેરીએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેના લીધે આ પ્રવેશ બાબતે શહેર ડીઈઓ કચેરીમાં હીયરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હજી આ બાબતમાં નક્કર નિર્ણય લેવાનો બાકી રહેલ છે. આવી પરિસ્થિતિમાં ઉદગમ સ્કૂલના મેનેજમેન્ટે આરટીઈ હેઠળ પ્રવેશ લેનારા 143 વિદ્યાર્થીની પરીક્ષાનાં પરિણામ રોકી દેતા વાલીઓ અને એનએસયુઆઈ દ્વારા શહેર ડીઈઓને રજૂઆત કરવામાં આવી હતી.

મહત્વની વાત એક છે કે, શિક્ષણ અને પરિણામ મેળવવું તે વિદ્યાર્થીનો બંધારણીય અધિકાર રહેલ છે. તેથી આરટીઈના વિદ્યાર્થીઓનું પરિણામ કોઈ પણ કાળે રોકી શકાશે નહીં. તેવામાં હવે આ મામલે શું પગલા ભરાશે તે આગામી સમયમાં ખબર પડશે.