છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દાદરા નગર હવેલીમાંથી એક મહિલા કાંડક્ટરે આપઘાત મર્યો હોવાની ઘટના સામે આવી છે. પરિવારજનોએ મહિલાના આપઘાતનો લઈને આ મામલે જણાવ્યું કે બસ સંચાલકોએ આ મહિલા કંડકટર પટ બસની ટિકિટના રૂપિયાની ચોરીના આરોપ લગાવ્યા હોવાથી તેણે આ પ્રકારનું પગલું ભર્યું છે. હાલ તો સ્થાનિક પોલીસ દ્વારા આ સમગ્ર મામલે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સરસ્વતીબેન ભોયા નામની એક મહિલા કંડકટર દાદરાનગર હવેલીના સેલવાસમાં સ્માર્ટસિટી બસમાં છેલ્લા ઘણા સમયથી કંડક્ટર તરીકે ફરજ બજાવી રહી હતી. ત્યારે સ્માર્ટ સિટી બસના સંચાલકો દ્વારા થોડા સમય પહેલા કંડકટર સરસ્વતીબેન પર બસની ટિકિટના નાણા ચોરી કરવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. તેમજ મહિલા કંડકટરને નોકરીમાંથી છૂટા પણ કરી દીધા હતા.
નોંધનીય છે કે, સરસ્વતીબેન અને તેમના પિતાએ આ ગંભીર આરોપોને લઈને સ્માર્ટ સિટી બસના સંચાલકો તેમજ કેટલાક અગ્રણીઓ સાથે વાતચીત કરીને આ આરોપો ખોટા છે, તેવુ સાબિત કરવાના અનેક પ્રયાસ કર્યા હતા. જો કે, સંચાલકો કોઈ પણ હિસાબે તેમની વાત માનવા કે તેમને નોકરી પરત લેવા માટે તૈયાર નહતા. ત્યારે પોતાના પર લાગેલા ચોરીના આરોપોને સરસ્વતીબેન સહન કરી શક્યા નહતા. જેથી તેમણે ઘરમાં જ આપઘાત કરી લીધો હતો. સ્થાનિક પોલીસે હાલ તો આ સમગ્ર મામલે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.