રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ડભોઈથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડભોઇના સાઠોદ ગામમાં પાસેથી એક દંપતિ બાઈક પર સવાર થઈને ડભોઇ તરફ જઈ રહ્યું હતું તે સમયે અજાણ્યા વાહન દ્વારા તેમના મોટર સાઈકલને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે બાઈક પર સવાર મહિલા ઉછળીને રસ્તા પર પટકાઈ અને અજાણ્યા વાહનના ટાઈર નીચે આવી ગઈ હતી. જ્યારે પુરુષને સામાન્ય ઈજા થઈ હતી. આ મામલામાં ડભોઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સાઠોદ નવી નગરીમાં રહેનાર મનહરભાઇ વસાવા તેમની પત્ની શકુંતલા બહેન સાથે મોટરસાઇકલ પર ડભોઇ તરફ કોઈ કામ કારણોસર નીકળ્યા હતા. એવામાં તે સમયે અજાણ્યા વાહન દ્વારા મોટર સાઇકલને અડફેટમાં લેવામાં આવતા બાઇક પર સવાર શકુંતલાબહેન ઉછળીને વાહનના ટાયર નીચે આવી ગયા અને બાઇકચાલક પતિ મનહરભાઇ રોડ ઉપર ફંગોળાઇને નીચે પટકાયા હતા.
અજાણ્યા વાહનના અડફેટે આવીને રોડ ફંગોળાઇ પડેલા મનહરભાઇને સામાન્ય ઈજા થઈ હતી. પરંતુ તેમની પત્નીના માથામાં વાહનનું ટાયર ફરી વળતા તેમનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. ઘટના સર્જાતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. આ ઘટના અંગેની જાણ કરવામાં આવતા ડભોઇ પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી ગયા હતા.
પોલીસ દ્વારા શકુંતલાબહેન વસાવાની લાશ પર કબજો મેળવી ડભોઇ રેફરલમાં પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત પતિ મનહરભાઇને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બાબતમાં ડભોઇ પોલીસ દ્વારા અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, શંકુતલાબહેનનું આ કરુણ ઘટનામાં મોત થતા તેમના 6 અને 8 વર્ષના બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ ઘટનાને લઈને સાઠોદ નવી નગરીમાં પણ શોકનું મોંજુ ફેલાઈ ગયું છે