GujaratAhmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિય સમાજના પુરુષોત્તમ રૂપાલાના વિરોધ લઈને આપ્યું મોટું નિવેદન

ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવેલા છે. તેની સાથે તેમના દ્વારા દ્વારા પોતાના મત વિસ્તારમાં તેમના દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. તેની સાથે અલગ-અલગ વિસ્તારમાં વિશાળ રોડ શો યોજી અમિત શાહ દ્વારા મતદારો પાસે મત માંગવામાં આવ્યા હતા. એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ક્ષત્રિયો દ્વારા રૂપાલાના કરવામાં આવતા વિરોધ અંગે મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં ક્ષત્રિયો વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારબાદ ક્ષત્રિયો આંદોલન કરીને રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રૂપાલાને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ આજે અમિત શાહના રોડ દરમિયાન જ્યારે તેમણે આ મુદ્દા વિશે પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રૂપાલાજી દ્વારા હૃદયથી માફી માંગવામાં આવી છે. ગુજરાતની 26 માંથી 26 સીટ ગત ચૂંટણી કરતા વધુ લીડથી જીત મળશે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ચારે તરફ 400 પારનો મૂડ રહેલ છે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, સાણંદ થી શરૂ થયેલા શાહના આ પ્રચંડ પ્રચાર માં રોડ-રસ્તા ભાજપના કાર્યકર્તાઓ ની ભારે ભીડ જોવા મળી હતી. અમિત શાહના સ્વાગત માટે અનેક જગ્યા પર સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. આ સ્ટેજ પર સાંસ્કૃતિક પ્રોગ્રામ ની ઝાકમઝોળ પણ જોવા મળી હતી. જ્યારે આ મેગા રોડ શો માં મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચી હતી. તેની સાથે જયશ્રી રામના નારા સાથે 400 પાર ના નારા આ રોડમાં લાગ્યા હતા.

અમિત શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશની જનતાએ 400 પારનું મન બનાવી લીધું છે. અમિત શાહ દ્વારા ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભાજપની લીડ વધશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. અમિત શાહ દ્વારા રોડ શોની વચ્ચેથી સમર્થકો અને કાર્યકરોને સંબોધિત પણ કરવામાં આવ્યા હતા. દેશમાં ફરી એક વાર મોદી સરકાર બનાવવા માટે આહવાન પણ કર્યું હતું.