GujaratMadhya Gujarat

શુભ પ્રસંગની કંકોત્રી લઈને માતાના આશીર્વાદ લેવા આવતા શ્રદ્ધાળુઓ માટે અંબાજી ટ્રસ્ટ દ્વારા કરાઈ વ્યવસ્થા

પવિત્ર યાત્રાધામ અંબાજીએ સૌની આસ્થાનું કેન્દ્ર છે. અહીં સવા કરોડથી પણ વધુ ભક્તો દર વર્ષે મા અંબાના દર્શનાર્થે પધારે છે. ત્યારે માતાના દર્શન મરવા આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે અંબાજી ખાતેની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવતો હોય છે. જેના કારણે સતત યાત્રાળુઓની સંખ્યામાં વધારો થતો રહે છે. અંબાજી મંદિર સૌની આસ્થાનું કેન્દ્ર હોવાથી અહીં જે લોકોના ઘરે લગ્ન પ્રસંગ હોય તે લોકો માતાજીને કંકોત્રી આપીને આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. અને કંકોત્રીને માતાજીના ભંડારમાં પધરાવતા હોય છે. શ્રદ્ધાળુઓ પોતાની પૂરેપૂરી આસ્થાથી મા જગદંબાના ચરણોમાં પડીને તેમના અશજરવાડ પ્રાપ્ત કરીને પોતાના ઘરના શુભ પ્રસંગનું આમંત્રણ આપતા હોય છે.

ઉલ્લેખનિય છે કે, લગ્ન કંકોત્રી લઈને માતાજીને આમંત્રણ આપવા આવતા શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા આ માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હવેથી માતાજીને આમંત્રણ માટે અર્પણ કરવામાં આવતી શુભ પ્રસંગની આમંત્રણ પત્રિકા એટલે કે કંકોત્રીને અંબાજી મંદિર પાછળની બાજુ આવેલ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી ખાતે રૂબરૂમાં જ ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં આવશે. અંબાજી મંદિર ખાતે આ કંકોત્રીની નોંધણી કરવામાં આવશે. અને અંબાજી ટ્રસ્ટ દ્વારા માતાજીના આશીર્વાદ રૂપે શ્રદ્ધાળુઓને એક શુભેચ્છા કીટ પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: વરસાદને લઈને મોટા સમાચાર, અમદાવાદમાં કડાકાભેર વીજળી સાથે આવી શકે છે માવઠું

નોંધનીય છે કે, અંબાજી ટ્રસ્ટ દ્વારા હવેથી કંકોત્રી મંદિરના પાછળના ભાગમાં આવેલ ટેમ્પલ ઇન્સ્પેકટર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે. તેમજ કંકોત્રી આપનારને માતાજીના આશીર્વાદ રૂપે ટ્રસ્ટ દ્વારા એક કીટ આપવામાં આવશે. જેમાં માતાજીનું સ્મૃતિચિહ્નન, માતાજીને ચડાવવામાં આવેલ કંકુ, પ્રસાદ, રક્ષા પોટલી, પ્રસાદનો સમાવેશ કરાશે.શ્રદ્ધાળુઓના ગજ્જરે આવેલ શુભ પ્રસંગ શાંતિથી પૂર્ણ થાય અને તેમને સુખ-સમૃદ્ધિ તેમજ ઐશ્વર્ય અર્પે તેવી અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવશે. 1 મેં 2023ના રોજથી આ શુભેચ્છા કીટ માઈ ભક્તોને ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલ કરશે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

આ પણ વાંચો: Breaking News: ગેસ સિલિન્ડરના ભાવમાં 172 રૂપિયાનો ઘટાડો, જાણો Latest ભાવ