GujaratJunagadhSaurashtra

સમૂહ લગ્નમાં કરિયાવરને લઈને વર અને કન્યા એમ બંને પક્ષોએ આયોજકોનો લીધો ઉધળો

જૂનાગઢમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કરિયાવરને લઈને હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. વર અને કન્યા એમ બંને પક્ષના લોકોએ હોબાળો કરીને સમૂહ લગ્નના આયોજકો પર આક્ષેપ કર્યો છે કે આયોજકોએ ફીના નામે 22 હજાર રૂપિયા લીધા હોવા છતાં કરિયાવર આપ્યું નથી. તેમજ વર અને કન્યા માટે પણ કોઈ પ્રકારની સુવિધા સમૂહ લગ્નમાં હતી નહિ.

ઉલ્લેખનીય છે કે, વર અને કન્યા બંને પક્ષોએ સમૂહ લગ્નના આયોજકો પર આરોપ મૂક્યો છે કે, આયોજકોએ બંને પક્ષ પાસેથી 11-11 હજાર એમ કુલ 22 હજાર રૂપિયા ફીના નામે લીધા છે તેમ છતાં તે લોકો કરિયાવર લઈને માત્ર તારીખ પર તારીખ આપી રહ્યા છે. પહેલા તે લોકોએ 15 તારીખે કરિયાવર આપીશું તેમ જણાવ્યું હતું. પરંતુ આજે લગ્નનો દિવસ છે તેમ છતાં પણ કરિયાવર આપવામાં આવ્યું નથી. બંને પક્ષના લોકો જીદે ચડ્યા છે અને કહી રહ્યા છે કે અમે અહીંથી કરિયાવર લઈને જ જઈશું.

નોંધનીય છે કે, વર અને કન્યા પક્ષે કરેલ આક્ષેપ બાદ આયોજકો દ્વારા બંને પક્ષને લગ્ન થયા પછી આવતીકાલે કરિયાવર ભરી જવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ વર કન્યા પક્ષના લોકો આયોજકોની આ વાત સાથે સહમત નથી. વર અને કન્યા પક્ષના લોકોએ કહ્યું કે અમને આયોજકો પર સહેજ પણ વિશ્વાસ પણ નથી એટલે એમને તો આજે જ કરિયાવર જોઈએ. બંને પક્ષોએ આયોજકો પર આક્ષેપ કર્યો હતો કે, કેટલાય સમયથી આ આયોજકો અમને માત્ર તારીખો જ આપી રહ્યા છે. એટલે આજે અમે તેમની કોઈ વાત માનીશુ નહી અને કરિયાવર લઈને જ રહીશું.