ભારત-પાક મેચ જોવા અમદાવાદ આવેલી ઉર્વશી રૌતેલા ની કિંમતી વસ્તુ ખોવાઈ, અમદાવાદ પોલીસ પણ ધંધે લાગી
બોલિવૂડની સુંદર દિવા ઉર્વશી રૌતેલાનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ હંમેશા દેખાઈ રહ્યો છે. ઉર્વશીએ ફરી એકવાર લોકોને ક્રિકેટ પ્રત્યેનો પોતાનો જુસ્સો બતાવ્યો છે. ઉર્વશી પણ ગઈ કાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચ જોવા પહોંચી હતી. આ દરમિયાન ઉર્વશી રૌતેલાએ સ્ટાઇલિશ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો.
મેચ જોતી વખતે ઉર્વશી એટલી મશગૂલ થઈ ગઈ કે તેની એક કીમતી ચીજવસ્તુ ગુમ થઈ ગઈ. ઉર્વશીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેની સાથે થયેલા આ અકસ્માતની માહિતી આપી છે.ગઈકાલે રાત્રે ઉર્વશી રૌતેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો આનંદ માણવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી હતી, જ્યારે અભિનેત્રીનો 24 કેરેટ સોનાનો આઈફોન સ્ટેડિયમમાંથી ગાયબ થઈ ગયો હતો.
ઉર્વશીએ આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. ટ્વિટર પર પોસ્ટ શેર કરતા તેણે લખ્યું- ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મારો 24 કેરેટનો આઇફોન ખોવાઈ ગયો છે. કૃપા કરીને જો કોઈને તે મળે, તો તરત જ સંપર્ક કરો. આ સાથે અભિનેત્રીએ અમદાવાદ પોલીસને પણ ટેગ કર્યું છે. હવે આના પરથી તમને ખ્યાલ આવી શકે છે કે ઉર્વશી મેચ જોવામાં કેટલી મગ્ન હતી કે તેણે પોતાનો ફોન ગુમાવ્યો, તે પણ 24 કેરેટ સોનાનો આઇફોન.
📱 Lost my 24 carat real gold i phone at Narendra Modi Stadium, Ahmedabad! 🏟️ If anyone comes across it, please help. Contact me ASAP! 🙏 #LostPhone #AhmedabadStadium #HelpNeeded #indvspak@modistadium @ahmedabadpolice
Tag someone who can help— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 15, 2023
હાલમાં ઉર્વશી તેના ફોનની ચોરીને કારણે ખૂબ જ દુઃખી છે, તેને આશા છે કે તેને તેનો ફોન જલ્દી પાછો મળી જશે. ઉર્વશી ની પોસ્ટ જોતાં જ અમદાવાદ પોલીસ પણ કમેન્ટમાં આવી પહોંચી અને ફોન ની ડિટેઇલ માંગી હતી.