યુએસ રિટર્ન વૃદ્ધ દંપતીએ ભત્રીજાએ ફોન કરીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ
અમદાવાદના પોશ વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિની હાલત નાજુક રહેલી છે. આ વૃદ્ધ દંપતી એક વર્ષ અગાઉ જ અમેરિકાથી અહીં પરત આવ્યું હતું. આ પગલું ભરતા પહેલા દંપતી દ્વારા પોતાના ભત્રીજા અને ફેમિલી ડોક્ટરને મેસેજ કરીને પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યાની જાણ કરવામાં આવી હતી. તેના લીધે ભત્રીજા દ્વારા સવારના 7 વાગે પોલીસ કન્ટ્રોલને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસની ટીમ વૃદ્ધ દંપતીના ફ્લેટ પર દોડી આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના મકરબા વિસ્તારમાં કોર્પોરેટ રોડ નજીક આવેલા ઓર્ચિડ એક્ઝોટિકામાં આજે વહેલી સવારના એક વૃદ્ધ દંપતી દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની પોલીસને જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને આ ફ્લેટના 7મા માળે રહેનાર કિરણભાઈ ભાઉ (ઉંમર 73 વર્ષ) અને તેમના પત્ની ઉષાબેન ભાઉ (ઉંમર 69 વર્ષ) લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.
ત્યાર બાદ પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા દંપતીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. તેમ છતાં ઉષાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ કિરણભાઈની હાલત નાજુક રહેલી છે. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આ વૃદ્ધ દંપતી દ્વારા પોતાની જાતે જ પોતાને ઈજા પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ દંપતી દ્વારા કયા કારણોસર આત્મહત્યા કરવાનું પગલું ભર્યું તે હજુ સુધી સામે આવ્યું નથી. આ દંપતી અમેરિકામાં રહેતું હતું અને એક વર્ષ અગાઉ અમદાવાદમાં રહેવા માટે આવ્યા હતા. તેઓ પહેલા પ્રહલાદ નગરમાં રહેતા હતા અને છેલ્લા ચારેક મહિનાથી ઓર્ચિડ એક્ઝોટિકામાં રહી રહ્યા હતા. આ દંપતી એકલું રહેતું હતું અને તેમને કોઈ સંતાન પણ રહેલ નથી. પોલીસ દ્વારા પરિવારના અન્ય સભ્યોના નિવેદન લઈ તેમજ વૃદ્ધ દંપતીના કોલ ડિટેઈલ્સની જાણકારી મેળવી આ બનાવ પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે જ પોલીસ દ્વારા એફએસએલની મદદ પણ લેવામાં આવેલ છે.