AhmedabadGujarat

તંત્રએ બોલી કે સાંભળી ન શકતા વિશાલભાઈની ખાણી પીણીની લારી ઉઠાવી લેતા વિડિયો વાયરલ, લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો

ભારે વિરોધને પગલે તંત્રએ બોલી કે સાંભળી ના શકતા મુકબધીરની ખાણી પીણીની લારી પરત કરી

અમદાવાદમાં હાલ સોશિયલ મોડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહાનગર પાલિકાના કર્મચારીઓ એક વ્યક્તિની લારી ઉઠાવીને જઈ રહ્યા છે કે જે મુકબધીર છે. ત્યારે આ વ્યક્તિ બોલી કે સાંભળી શકતા ના હોવાથી તેઓ પોતાની આંગળીઓના ઈશારે પોતાની વાતને જણાવી રહ્યા છે તો વિડીયોના બેકગ્રાઉન્ડમાં પાલિકાના કર્મચારીઓ આ મુકબધીર વ્યક્તિની લારી ઉઠાવીને લઈ જઈ રહ્યા છે. ત્યારે આ વીડિયો હાલ સોશિયલ મોડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે તો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે લોકોના ભારે રોષને પગલે તંત્રએ મુકબધીરને તેમની લારી પરત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, વિશાલભાઇ અમદાવાદમાં ખાણી-પીણીની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેમની ખાણી પીણીની લારીને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઉઠાવી લેવામાં આવતા વિશાલભાઈએ એક વિડીયો બનાવીને ઇશારાથી પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા અને લોકોએ વિશાલભાઈ  પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને તંત્ર સામે રોષ ઠાલવતા તંત્રએ વિશાલભાઈને તેમની લારી પરત કરી દીધી છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ બ્રીજ પર ચાની લારી લઈને ઉભી રહેતી દિવ્યાંગ યુવતી સાથે ઓન આવું જ થયું હતું. ત્યારે પણ તંત્ર દ્વારા તે દિવ્યાંગ યુવતીની ચાની લારી હટાવી દેવામાં આવતા લોકોએ સોશિયલ મીડિયામાં તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો.