CrimeIndiaNewsPolitics

જિલ્લા પરિષદનો CEO તો ધન કુબેર નકળ્યો, ઘર નોટોથી ભરેલું મળ્યું – જુઓ વીડિયો

આસામના ધુબરી જિલ્લા પરિષદના CEO વિશ્વજીત ગોસ્વામી ધન કુબેર નીકળ્યા છે. આસામ DVAC (ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન)ના અધિકારીઓ દ્વારા તે અને મદદનીશ જિલ્લા પ્રોગ્રામ મેનેજરને રંગે હાથે પકડવામાં આવ્યા હતા. DVACના અધિકારીઓએ વિશ્વજીત ગોસ્વામીને માછલીની જેમ ચારો નાખીને ફસાવ્યા હતા. આ પછી દરોડો પાડવામાં આવ્યો અને તેનું ઘર નોટોથી ભરેલું મળ્યું હતું.

DVAC એ ટ્વીટ કર્યું છે કે વિશ્વજીત ગોસ્વામી અને આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજરની લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આસામ પોલીસના DVACના એજન્ટોએ શુક્રવારે ગોસ્વામીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. સીઈઓના કહેવા પર આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજર મૃણાલ કાંતિ સરકારે એક વ્યક્તિ પાસેથી 30,000 રૂપિયાની લાંચ માંગી હતી.

ફરિયાદ મળ્યા બાદ DVAC અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. મામલો યોગ્ય મળતાં અધિકારીઓએ છટકું ગોઠવ્યું અને શુક્રવારે કાંતિ સરકારને રૂ.ની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો. આ પછી સીઈઓના ઘરે દરોડો પાડવામાં આવ્યો અને 2,32,85,300 રૂપિયા મળી આવ્યા. પોલીસે વિશ્વજીત ગોસ્વામી અને કાંતિ સરકારની ધરપકડ કરી હતી.

આ ઘટના અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કર્યું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 10 મે, 2021 થી અત્યાર સુધીમાં 117 સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. વહીવટીતંત્રમાંથી ભ્રષ્ટાચારને જડમૂળથી દૂર કરવાના પ્રયાસો એ જ સંકલ્પ અને ઉર્જા સાથે ચાલુ રહેશે.