રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આજે રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે થી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે. તેમાં પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે. તેમાં પણ ખાસ કરીને ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પાટણ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
તેની સિવાય હવામાન વિભાગ દ્વારા વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, સુરત અને રાજકોટમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દ્વારકા, ભાવનગર અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. તેના સિવાય રાજ્ય નાં દીવ, દમણ અને દાદરા નગર હવેલી સહિત અનેક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામન વિભાગ દ્વારા 21 અને 22 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.