AhmedabadGujarat

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે

રાજ્યમાં કમોસમી વરસાદના વિરામ બાદ હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીનો માહોલ યથાવત રહેવાનો છે. જ્યારે અમદાવાદમાં પણ હજુ ગરમીનો પ્રકોપ જોવા મળવાનો છે.

હવામાન વિભાગ મુજબ, અમદાવાદમાં ગરમીનો પારો યથાવત રહેવાનો છે. કેમકે અમદાવાદમાં સતત ગરમીએ જોર પકડ્યું છે. જ્યારે આજે અમદાવાદમાં ગરમી યથાવત રહેવાની આગાહી પણ કરી છે. આ સિવાય 19 તારીખના રોજ યેલો એલર્ટ ની આગાહી પણ કરી છે.

રાજ્યમાં થોડા દિવસ બાદ તાપમાન યથાવત રહેવાનું છે તેનાથી એક વાત સ્પષ્ટ છે ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનો છે. જ્યારે હાલમાં તાપમાન સામાન્ય કરતા એક બે ડિગ્રી વધુ રહેલ છે તેના ઘટવાની શક્યતા રહેલી છે.

જ્યારે કાલથી રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. કોઈ શહેરોમાં પવન ફૂંકાવાના લીધે ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી. જ્યારે પવન ફૂંકાવાના લીધે ગુજરાતમાં તાપમાન ઘટ્યું છે. જ્યારે સામાન્ય ડિગ્રી તાપમાન ઘટવાની હજુ પણ શક્યતા રહેલી છે.

તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. કેમકે પશ્ચિમ તરફથી હવા ચાલવાના લીધે વાદળ બની રહ્યા છે. તેમ છતાં આ વાદળોથી વરસાદની શક્યતા ઘણી ઓછી છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું.