AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી કરી ભયાનક આગાહી

ગુજરતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બન્યો છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા ભારે અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જૂન મહિનામાં અંત ભાગમાં તો વરસાદ પડશે જ પરંતુ ત્યાર બાદ જુલાઈની 4-5 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની વરસવાની શક્યતા રહેલી છે. તેની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારે વરસવાની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. જ્યારે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

તેમ છતાં તેમને એ પણ જણાવ્યું છે કે, 1 જુલાઈથી વરસાદની તીવ્રતામાં થોડી ઓછી થશે પરંતુ વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યાર બાદ 8 થી 12 જુલાઈ દરમિયાન પણ સારો વરસાદ જોવા મળશે.

અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને અહીંની નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ફરીથી ભારે વરસાદ જોવા મળી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સુધી ભારે વરસાદની શક્યતા રહેલી છે. પંચમહાલમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. તેની સાથે મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદના લીધે અહીંની નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ફરીથી ભારે વરસાદ જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગર સુધી ભારે વરસાદની શક્યતા રહેલી છે. પંચમહાલમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દીવમાં પણ ભારે વરસાદ જોવા મળશે.