બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ ફંટાવવાની શક્યતા રહેલી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હજુ ચોક્કસ રીતે બિપોરજોય વાવાઝોડું કયા જશે તે અત્યારે કહી ન શકાય. અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવ્યું છે કે, ઓમાન તરફ બિપોરજોય વાવાઝોડું ફંટાઈ જવાનું હોવા છતાં વરસાદની અસર ગુજરાતમાં જોવા મળવાની છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા બિપોરજોય વાવાઝોડાને લઈ આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, , વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જાય તેવી શક્યતા રહેલી છે. તેમ છતાં વાવાઝોડું ફંટાઈ જાય તો પણ બિપોરજોય વાવાઝોડાની અસરના લીધે આવતીકાલથી રાજ્યના કેટલાક વિસ્તાર માં વરસાદી માહોલ બનશે. તેમાં પણ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.
તેની સાથે આગામી બે દિવસમાં દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન થશે. આ સાથે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ આગાહી કરતા જણાવ્યું કે, 18 થી 19 જૂન આજુબાજુ ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થશે. જ્યારે આ વખતે ચોમાસું સારું રહેશે.
તેમ છતાં બિપોરજોય વાવાઝોડાથી હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને કોઈ ખતરો રહેલો નથી. જ્યારે બિપોરજોય વાવાઝોડું ઉત્તર અને પશ્ચિમ દિશાથી ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.. આવી રીતે વાવાઝોડું આગળ જતા આવતીકાલથી બે દિવસ ભારે પવન જોવા મળશે. તેની સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકના ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. તેને લઈને આવતીકાલથી બે દિવસ દરિયા કિનારે ન જવા સલાહ અપાઈ છે. તેની સાથે 10 અને 11 તારીખના દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે.