AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી મોટી આગાહી, રાજ્યમાં આ તારીખથી શરુ થશે ભારે વરસાદ

ગુજરાતમાં વરસાદે હાલમાં વિરામ લીધેલો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. એવામાં હવે ચોમાસાના ચોથા રાઉન્ડની ગુજરાતમાં રાહ જોવામાં આવી રહી છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસવાની શક્યતા રહેલી છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેવાનો છે. તેની સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે, ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસ્યો 93 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે દાહોદ અને ગાંધીનગરમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.

અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં ગુજરાતમાં સોમાલિયાથી આવતા તેજ પવનોનું જોર વધ્યું છે તેના લીધે સારો વરસાદ વરસ્યો નથી અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળ વાયુ ગરમ થવાની શકયતાના લીધે તેની અસર ભારતના દરિયાઈ તેમજ ભૂ ભાગો પર અસર જોવા મળી શકે છે. ભૂમદ્ય મહાસાગર તરફ એક ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતારહેલી છે. આ ટ્રોપિકલ સ્ટ્રોમ અસર તળે બંગાળ ઉપસાગરનો ભેજ ખેચાઈ તેવી શક્યતા રહેલી છે તેની સીધી અસર પશ્ચિમી ભારતના ભાગો પર જોવા મળી છે. જ્યાં સુધી પૂર્વ ભારતમાં વરસાદ રહેલો છે ત્યાં સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા છે.

આ સાથે વધુમાં તેમને જણાવ્યું જણાવ્યું કે, તારીખ 12 થી ઉત્તર પૂર્વીય ભારતમાં વાતાવરણ બદલાવાની શક્યતા રહેલી છે તેના લીધ તેની થોડી અસર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે. તારીખ 15 થી 18 ઓગસ્ટમાં મધ્યપ્રદેશના ભાગો તરફ વરસાદની વરસવાની શક્યતાને જોતા ગુજરાતના ભૂ ભાગો તરફ સારા વરસાદના વરસવાની શક્યતા રહેલી છે.