રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. નવરાત્રી સાથે શિયાળામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.
અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આજે બપોર બાદ હવામાનમાં પલટો જોવા મળશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. તેમાં પણ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ જોવા મળશે. જ્યારે આવતીકાલના પણ વરસાદી માહોલ રહેવાનો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રિય થવાના લીધે બંગાળનના ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનવાની છે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળે શકે છે.
તેની સાથે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર ના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આ સિવાય વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણ મા પણ ભારે વરસાદ વરસી શકે છે. તેના સિવાય છોટાઉદેપુર તથા પંચમહાલના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે અરવલ્લી, સાબરકાંઠા તથા બનાસકાંઠામાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળશે. વાવના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહેવાનો છે.
તેમના દ્વારા વધુમાં આગાહી કરવામાં આવી છે કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગર માં ડિપ્રેશન બનવાની છે. તેના લીધે રાજ્યના ઘણા વિસ્તારોમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદ જોવા મળી શકે છે.