AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઇને કરી મોટી આગાહી

રાજ્યમાં હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તેના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મે મહિનાના અંતિમ તારીખોમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ વરસી શકે છે. જેમાં ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. કમોસમી વરસાદ બાદ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. તેની સાથે લોકોને ગરમીથી રાહત મળી જશે.

અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદ લઈને કહેવામાં આવ્યું છે કે, મે મહિનાના અંતમાં ગુજરાતની સાથે દેશભરમાં કમોસમી વરસાદ વરસશે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે ખાસ સ્થિતિ કહેવામાં આવે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક રહે છે પરંતુ ઉનાળામાં આવી સ્થિતિ અલગ પ્રકારની રહે છે. જે ઋતુ પરિવર્તન ની નિશાની ગણવામાં આવે છે.   .

તેમને વધુમાં જણાવ્યું છે કે, તારીખ 24 થી 30 મેના રોજ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના સિવાય સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ બનશે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા રહેલીછે. દેશના ઉત્તરીય ભાગોમાં આંધી વંટોળ સાથે કરા પડવાની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, પ્રિમોન્સૂન એક્ટિવિટી નું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરનો ભેજ રહેલો છે.