રાજ્યમાં છેલ્લા થોડા સમયમાં સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. એવામાં હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે. તેમના મુજબ, એપ્રિલ મહિનામાં હવામાનમાં પલટો આવશે. આ સિવાય 16 મી એપ્રિલથી કચ્છના ભાગોમાં તોફાન પણ આવી શકે છે. આ સિવાય 17 થી 18 એપ્રિલના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાની માહોલ બનશે.
આ સિવાય તેમને વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં 18 થી 20 તોફાન સાથે વરસાદી માહોલ બને તેવી શક્યતા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશઓમાં ભારે હિમવર્ષા પણ વરસી શકે છે. 18 થી 20 તારીખ સુધીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ઉત્તર પર્વતીય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢમાં રહેવાનું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ અગાઉ 4 થી 8 માર્ચમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. 8 માર્ચ સુધી ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ બને તેવી આગાહી કરવામાં આવી હતી. તે મુજબ ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં બદલાવ આવી શકે છે. એપ્રિલ મહિનામાં કરા અને વરસાદ પડવાની શક્યતા પણ રહેલી છે. તેમજ 26 એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડી શકે છે. 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે અને ગરમી રેકોર્ડ બનાવશે તેવું અનુમાન છે. એવામાં રાજ્યમાં માવ્થાનું જોર ઘટ્યું છે અને ગરમીનો પારો વધ્યો છે. રાજ્યમાં આ અઠવાડિયામાં એકથી બે ડીગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આજુબાજુ પહોંચી શકે છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા 17 અને 18 તારીખના રોજ અમદાવાદમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.