AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખના ચોમાસાની થશે એન્ટ્રી

રાજ્યમાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે પરંતુ તેની સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ જોવા મળી રહ્યો છે. તેના લીધે લોકોને ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના દ્વારા ચોમાસે લઈને આગાહી કરવામાં આવી છે.

તેમણે જણાવતા જણાવ્યું છે કે, આ વખતે ચોમાસું વહેલું આવી તેવી શક્યતા છે. તેમજ આગામી 27 એપ્રિલથી 3 મે સુધી ફરી કમોસમી વરસાદ વરસી શકે છે. પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. છે. તેમજ 25 મે અને 10 જૂન દરમિયાન અરબ સાગરમાં સાયક્લોનિક એક્ટિવ થવાના લીધે દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

મહત્વની વાત એ છે કે, ગુજરાત રાજ્યમાં માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ એપ્રિલ મહિનાના મધ્યમા રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર ચાલ્યો ગયો હતો. ત્યારબાદ હમણાં બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: અક્ષય તૃતીયા બાદ આ 7 રાશિઓનું ભાગ્ય બદલાશે, ધંધામાં પણ થશે જોરદાર લાભ

આ સિવાય ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં સતત વધારો પણ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ સાથે જ હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાત ગરમી અને કમોસમી વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે કમોસમી વરસાદના લીધે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મગફળી, તલ જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા રહેલી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી ભયંકર આગાહી