હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 15 ઓગસ્ટ બાદ બંગાળ ના ઉપસાગર માં એક સિસ્ટમ સક્રિય થવાની છે. આ સિસ્ટમ સક્રિય થતાની સાથે જ 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. તે સમયે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસવા જોવા મળી શકે છે.
તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 16 થી 24 ઓગસ્ટના સારા વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે નદીઓમાં પૂર પણ આવવાની શક્યતા છે. તેની સાથે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના લીધે નર્મદા ડેમમાં પણ પાણી આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 17 ઓગસ્ટના માખીઓનું જોર વધવાનું છે. મઘા નક્ષત્ર આવવાના લીધે માખીઓ નું જોર વધવાની શક્યતા છે. જ્યારે 30 ઓગસ્ટેના રોજ મચ્છરોનું જોર વધવાનું છે. તેની સાથે 25 ઓગસ્ટ બંગાળ ના ઉપસાગર માં ડિપ્રેશન બનવાને લીધે રાજ્યના ઘણા વિસ્તારોમાં ઓગસ્ટના અંતમાં સારો વરસાદ જોવા મળી શકે છે. સપ્ટેમ્બર સાત તહેવારોના સમયગાળામાં ભારે વરસાદી વરસી શકે છે.