રાજ્યમાં હાલમાં મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. કેમ કે સવારના ઠંડી અને બપોરના ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને મોટી લઈને આગાહી કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, ઉત્તર ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યમાં જોવા મળવાની શક્યતા છે. તેના લીધે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળવાનો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળવર્ષા તેમજ હળવો વરસાદ વરસી શકે છે. તેની સાથે પવનનું જોર વધુ જોવા મળશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, તારીખ 18 થી 21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ સિસ્ટમ શરૂ થવાની છે. તેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતા છે. માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ પણ જોવા મળશે. 15 તારીખ સુધીમાં પશ્ચિમ સિસ્ટમની અસર દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશો જોવા મળવાની છે.
અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં આ સીસ્ટમની અસર જોવા મળશે. ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. તેની સાથે આગામી સમયમાં તાપમાનમાં પણ થોડો ફેરફાર જોવા મળી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, 10 તારીખથી જ પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની આગાહી કરવામાં આવી છે.