રાજ્યમાં થોડા દિવસોથી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. કેમકે સવારે ઠંડી અને બપોરના ગરમી જોવા મળે છે. એવામાં હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કમોસમી વરસાદની સાથે ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે પવનની દિશામાં ફેરફાર જોવા મળતા ફેબ્રુઆરીના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જીલ્લામાં છૂટાછવાયા સામાન્ય વરસાદ ની આગાહી કરી છે. એવામાં વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
તેની સાથે પરેશ ગોસ્વામી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, માવઠું સમગ્ર રાજ્યમાં જોવા મળશે નહીં. તેમજ મહત્તમ તાપમાન ઊંચું રહેશે. કેમકે હવે શિયાળો પૂર્ણ થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆત થવાની છે. પરંતું તા. 5 અને 6 દરમિયાન પવનની દિશા બદલાતા તાપમાન નીચું આવવાની શક્યતા રહેલી છે. જ્યારે કેટલીક જગ્યાએ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરવા પણ નીચું રહેવાની શક્યતાઓ રહેલી છે. તેની સાથે 5 ફેબ્રુઆરીથી તા. 12 ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળશે.
આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 7 ફેબ્રુઆરીથી ફરી રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે. તેની સાથે ઉત્તર ગુજરાતનાં અમુક ભાગોમાં તાપમાન 12 ડિગ્રી સુધી પહોંચી જશે. તેમજ વહેલી સવારના ઠંડીનો અનુભવ થશે. તેમજ તા. 19 થી 22 ફેબ્રુઆરીના સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેલી છે. તેના લીધે લોકો બેવડી ઋતુનો અનુભવ થશે. જ્યારે 5 ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય રહેવાનું છે. તેમજ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આ સિવાય ગાજવીજ સાથે વરસાદ પણ વરસી શકે છે.
તેમજ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ શકે છે.