રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેમકે ભરઉનાળામાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે હવામાન આગાહી મુજબ, આગામી 4 દિવસમાં રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં પશ્ચિમી વિક્ષોભના લીધે વરસાદ થવાની આગહી વ્યક્ત કરાઈ છે. તેમ છતાં છેલ્લા માવઠા કરતા આ માવઠાનું જોર ઓછું રહેશે. હવામાન વિભાગ મુજબ, 48 કલાક દરમિયાન રાજ્યના ઉત્તર તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ વરસશે. ગુજરાતમાં વર્ષ 2023 નું વર્ષ વિષમ હવામાનવાળું રહેવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે.
તેની સાથે તેમના દ્વારા એપ્રિલની સાથે મે મહિનામાં પણ આંધી અને વંટોળ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતા આગામી દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. મંગળવારના રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી વધુ 38 ડિગ્રી અને સૌથી ઓછી ગાંધીનગર-પોરબંદરમાં 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
વામાન વિભાગ મુજબ, તારીખ 6 એપ્રિલના રોજ સાબરકાંઠા અને બનાસકાંઠાની સાથે કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદી વરસી શકે છે. જ્યારે તારીખ 7 અને 8 ના હવામાન સામાન્ય રહેશે.
આ પણ વાંચો: અડધી રાત્રે ઈંટોના ભઠ્ઠામાં લઇ જઇ પતિએ પત્ની સાથે કર્યું કે…
આ પણ વાંચો: ચાર દિવસની શોધખોળ બાદ ગુજરાતના વીર જવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ