GujaratSouth GujaratSurat

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાના ઘરે જઈને બધાની હાજરીમાં આ તો શું કર્યું?

સુરત શહેરમાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઇ હતી તે વાત તો હજી ભુલાઇ નથી ત્યાં જ અમદાવાદ શહેરમાં વધુ એક આવી જ ઘટના બનતા બનતા રહી ગઈ છે. જ્યાં એક એકતરફી પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ પરિણીતા પર છરી વડે હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. .

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં વસવાટ કરતી નીલમ (નામ બદલ્યું છે)ના લગ્ન તેમના જ સમાજના યુવક સાથે રાજસ્થાનમાં થયા હતા. લગ્ન પછી તો નીલમ તેના પતિ સાથે રાજસ્થાનમાં રહેતી હતી, તે દરમિયાન તેમને એક બાળક પણ થયું હતું. થોડા સમયથી પતિ સાથે મતભેદ અને અણબનાવ થવાના કારણે નીલમ પોતાના બાળકને લઈને તેના પિયર અમદાવાદ ખાતે આવી ગઈ હતી. જ્યાં પરિણીતાએ નજીકની શાળામાં તેના બાળકને ભણવા માટે મૂકી દીધો હતો. નીલમ દરરોજ તેના બાળકને શાળાએ મુકવા માટે નવીન ઉર્ફે રાજુ અમરતભાઈ કોષ્ટીની રિક્ષામાં બેસાડીને જતી હતી. જેથી બંનેની એકબીજા સાથે વાતો શરૂ થઈ ઓળખાણ વધી અને ફોન નંબરની આપ લે પણ થઈ હતી. તે સમય દરમિયાન નવીનને પરિણીતા સાથે પ્રેમ થી ગયો હતો.

નોંધનીય છે કે, નીલમ અને નવીન એક વર્ષ મૈત્રી કરાર કરીને સાથે પણ રહ્યા હતા. પરંતુ છૂટાછેડા થયા ના હોવાથી પરિણીતાનો નવીન સાથે લગ્ન કરવા માટે કોઈ પણ વિચાર હતો નહીં. ગઈકાલે બપોરના સમયે નીલમ પોતાના ઘરે હતી. તે દરમિયાન નવીન તેના પરિવારને સાથે નીલમના ઘરે પહોંચીને ત્યાં તેણે નીલમ સાથે લગ્ન કરવાનું જણાવ્યું હતું. છૂટાછેડા થયા ન હોવાના કારણે નિલમે લગ્ન કરવાની ના પાડી હતી. તેથી નવીન ગુસ્સે થઈ ગાયક હતો અને તેને પોતાની પાસે રહેલી છરી વડે નિલમના હાથમાં અને એક ગળા પર ઘા માર્યો હતો. આથી નીલમ ત્યાંને ત્યાં જ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડી હતી. બાદમાં આજુબાજુમાંથી લોકો ભેગા થઈ જતાં હુમલો કરનાર આરોપી નવીન તેના પરિવાર સાથે ભાગી ગયો હતો. બાદમાં નિલમને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે સરદારનગર પોલીસે હાલ તો હમલાખોર આરોપી નવીનને ઝડપી લીધો છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે