India

બિગબોસ વિજેતા એલ્વિશ યાદવ પાસે શું શું છે? 14 કરોડનું ઘર, એકથી વધુ લક્ઝરી કાર, દર મહિને આટલી કમાણી..

Elvish Yadav net worth

Elvish Yadav net worth: વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે બિગ બોસ ઓટીટીમાં પ્રવેશેલા એલ્વિશ યાદવે (Elvish Yadav) વિજેતાની ટ્રોફી જીતી લીધી છે. શોના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકે વિજેતાની ટ્રોફી જીતી હોય. 24 વર્ષીય એલ્વિશ યાદવ હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે. તે યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. વર્ષ 2016માં પોતાની યુટ્યુબ સફર શરૂ કરનાર એલ્વિશ આજે સોશિયલ મીડિયા સ્ટાર છે અને યુટ્યુબ દ્વારા દર મહિને લાખોની કમાણી કરે છે.

બિગ બોસ જીત્યા બાદ એલ્વિશ યાદવ (Elvish Yadav) ને 25 લાખ રૂપિયાની ઈનામી રકમ મળી હતી. જો કે, આ ઈનામી રકમ તેની સંપત્તિ અને કમાણીની સામે મોટી રકમ નથી. પરંતુ બિગ બોસના શોએ ચોક્કસથી એલ્વિશ યાદવના ફેન બેઝમાં વધારો કર્યો છે. ઘણીવાર તેની જીવનશૈલી અને મોંઘા વાહનોના કારણે સમાચારમાં રહે છે, એલ્વિશ (Elvish Yadav) પાસે લક્ઝરી કારનું કલેક્શન છે. તેની પાસે 1.41 કરોડ રૂપિયાની Porsche 718 Boxster કાર સહિત આલીશાન ઘર છે. તેણે આ બધું યુટ્યુબની કમાણીથી કર્યું છે.

એલ્વિશ યાદવના કલેક્શનમાં Porsche 718 Boxster, હ્યુન્ડાઈ વર્ના અને ટોયોટા ફોર્ચ્યુનર જેવા લક્ઝરી વાહનોનો સમાવેશ થાય છે. Porsche 718 Boxsterની કિંમત 1.41 કરોડ રૂપિયા છે. થોડા સમય પહેલા એલવીશે ગુડગાંવના વજીરાબાદમાં એક આલીશાન ચાર માળનું ઘર ખરીદ્યું છે. ઘરની કિંમત લગભગ 12 થી 14 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

યુટ્યુબ સિવાય એલ્વિશ યાદવ બીજા ઘણા સ્ત્રોતોથી કમાણી કરે છે. એલ્વિશની માસિક આવક 10-15 લાખ રૂપિયાની આસપાસ છે અને તેની નેટવર્થ લગભગ 40 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એટલે કે એલ્વિશ યાદવે ખૂબ જ નાની ઉંમરમાં મોટું સામ્રાજ્ય ઉભું કર્યું છે.

યુટ્યુબ ક્રીએટર ના વિડીયો પર આવતી જાહેરાતો પર આવક આપે છે. એલ્વિસ (Elvish Yadav) પાસે સિસ્ટમ_ક્લોથિંગ નામની કપડાંની બ્રાન્ડ પણ છે. આમાંથી પણ તેઓ ઘણી કમાણી કરે છે. આ ઉપરાંત, તેઓ જાહેરાતો, હોટેલ્સ, એન્ડોર્સમેન્ટ્સ અને પેઇડ સ્પોન્સરશિપમાંથી પણ ભારે કમાણી કરે છે.

એલ્વિશની યુટ્યુબ પર 3 અલગ-અલગ ચેનલ્સ છે. તમામ ચેનલો પર તેના લાખો ફોલોઅર્સ છે. ‘Elvish Yadav Vlogs’ પર તે દૈનિક અપડેટ્સ Vlog શેર કરે છે, જ્યારે ‘Elvish Yadav’ પર તે તેની ટૂંકી ફિલ્મો અપલોડ કરે છે. એલ્વિશ યાદવ સેલેબ્સના રોસ્ટિંગ વીડિયો પણ બનાવે છે, જેના માટે તે સૌથી ફેમસ છે. ઈલ્વિશના ઈન્સ્ટાગ્રામ પર પણ 13 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, રાજ્યમાં આ તારીખથી વરસાદી માહોલ બનશે

આ પણ વાંચો: હાર્ટએટેકથી વધુ એક મોત : રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટી કલ્પેશ તંતીનું હાર્ટએટેકથી અવસાન

આ પણ વાંચો: અમદાવાદમાં એક ઘર એવું છે જે 365 દિવસ રાષ્ટ્રધ્વજથી ઘેરાયેલું રહે છે, જાણો કોણ છે આ ઘરના માલિક