ઉત્તરાયણનો પર્વ જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ પતંગરસિયાઓમાં તેને લઈને આતુરતા જોવા મળી રહી છે. એવામાં ઉત્તરાયણમાં પર્વમાં પવન કેવો રહેશે તેને લઈને મોટો સવાલ છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ઉત્તરાયણના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં પવનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઉત્તરપૂર્વ – પૂર્વ ના પવનો ફૂંકાવાના લીધે આગામી બે દિવસ તાપમાન યથાવત રહેવાનું છે. જ્યારે બે દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો જોવા મળશે.તેની સાથે 14 જાન્યુઆરીના પવનની ગતિ સામાન્ય રહેવાનો છે. તેમ છતાં પ્રતિ કલાકે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. .
તેમ છતાં વાતાવરણ માં આવતા પરિવર્તન ના લીધે છેલ્લા થોડા વર્ષથી પવન સારો જોવા મળે છે. તેમ છતાં બપોર પછી પવનની ગતી ધીમી જોવા મળે છે. તેના લીધે પતંગ રસીયાઓ માં નારાજગી જોવા મળે છે. એવામાં હવે ૧૪ જાન્યુઆરી અને ૧૫ જાન્યુઆરીના રોજ પવન કેવો રહેશે.
તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણના પર્વ સમયે કેવો પવન રહેશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્ય નાં મોટા ભાગ નાં વિસ્તારમાં પ્રતિ કલાકે 10 થી 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય વાસી ઉત્તરાયણ ના દિવસે પવનની ગતિ ઘટી 2 થી 10 કિ.મી. રહેવાની હવામાન વિભાગ અંબાલાલ પટેલે આગાહી કરી છે.